Custom Search

Friday, October 7, 2011





Thursday, March 17, 2011

Friday, March 11, 2011

Wednesday, October 6, 2010

રામ જન્મભૂમિ : ઇતિહાસ અને પુરાવા

૧૭૬૭     -  યહૂદી પાદરી જોસેફ ટાઈફેનથલેરે નોંધ્યું હતું કે મસ્જિદના સ્થળે અગાઉ હિન્દુઓ પૂજા અર્ચના કરતા હતા અને રામનવમીની ઉજવણી કરતા હતા.


૧૭૮૮     - પેરિસમાં પ્રસિદ્ધ થયેલા ટાઈફેનથલેરના અભ્યાસમાં ટાંકવામાં આવ્યું હતું કે રામના જન્મ સ્થળ પર બાબરી મસ્જિદ બાંધવામાં આવી હતી. શહેનશાહ ઔરંગઝેબે અગાઉ રામકોટ તરીકે ઓળખાતા સ્થળને તોડી પાડીને ત્યાં ત્રણ ગુંબજવાળી મોહમેદન મસ્જિદ બાંધી હતી.


૧૯મી સદી     - અયોધ્યામાં રામકોટ હીલ ખાતે હિન્દુઓ દ્વારા ભગવાન રામની પૂજા કરવામાં આવતી હતી. બ્રિટિશ પુરાવાઓ મુજબ ૧૯મી સદીમાં ૧૮૫૫ સુધી ફૈઝાબાદના હિન્દુઓ અને મુસ્લિમો બાબરી મસ્જિદ ખાતે સાથે મળીને પૂજા અર્ચના કરતા હતા.


૧૮૫૮    - બાબરી મસ્જિદના મુઝાયિને બ્રિટિશ સરકારને અરજીમાં જણાવ્યા મુજબ ખુલ્લી જગ્યાનો અને ખુલ્લા વરંડાનો હજારો વર્ષોથી હિન્દુઓ દ્વારા ઉપયોગ કરાતો હતો.


૧૮૮૫     - મહંત રઘુવર રામ દ્વારા બાબરી મસ્જિદ પ્રિમાઈસિસની બહાર મંદિર બાંધવાની મંજૂરી માગતી અરજી કોર્ટમાં કરાઈ હતી.


૧૮ માર્ચ ૧૮૮૬    - અરજીને મુદત વીતી ગણીને ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ જજે કેસને ફગાવી દીધો હતો.


૧૯૪૭     - ભારત સ્વતંત્ર થયા પછી અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદ ખાતે મુસ્લિમો નમાઝ પઢતા નહોતા. પણ આઝાદી પહેલાં હજારો વર્ષોથી વિવાદિત સ્થળે હિન્દુઓ પૂજા કરતા હતા.


 ૧૯૪૮     - ભારત સરકારે મુસ્લિમોને વિવાદિત સ્થળથી ૨૦૦ વાર દૂર રહેવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય દરવાજો બંધ રાખવા કહેવાયું હતું. જોકે બાજુના દરવાજામાંથી હિન્દુઓને પૂજા માટે પ્રવેશ અપાતો હતો.


૧૯૮૯     - અલ્હાબાદ હાઈકોર્ટે મુખ્ય દરવાજો ખોલવાનો અને હિન્દુઓ માટે સ્થળ પૂરેપૂરું ખુલ્લું મૂકવાનો આદેશ આપ્યો હતો. આ પછી હિન્દુઓએ બાબરી મસ્જિદના ઢાંચામાં ફેરફાર કરીને નવું મંદિર બાંધવા સરકારની પરવાનગી માગી હતી. જેને કારણે કોમી તોફાનો થયાં હતાં. આ પછી કેસ સબ જ્યુડિશ થયો હતો.


પુરાતત્ત્વ વિભાગના પુરાવા


૧૯૯૦    - રામજન્મભૂમિના પ્રાચીન મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બાંધવામાં આવી હોવાની એક સામાન્ય માન્યતા હતી. ૧૯૮૬માં એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાની આવૃત્તિમાં ૧૫૨૮માં બાબરે મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી હોવાની નોંધ લેવામાં આવી હતી.


૧૯૭૦-૧૯૯૨-૨૦૦૩     - ભારતના પુરાતત્ત્વ ખાતાએ વિવાદિત સ્થળની અંદર અને બહાર ખોદકામ કરીને સ્થળ પર મોટું હિન્દુ મંદિર હોવાનું શોધ્યું હતું.


૨૦૦૩     - ભારત સરકારે પુરાતત્ત્વ ખાતાને વધારે ઊંડાઈએ ખોદકામ કરવાનો આદેશ આપ્યા પછી ત્યાં ઉત્તર ભારતની શૈલીનું પ્રાચીન મંદિર હોવાના પુરાવા મળ્યા હતા. સુશોભિત પથ્થરો અને ઈંટો તેમજ શિલ્પકામ કરેલા શિલ્પો ત્યાંથી મળી આવ્યા હતા. આવા ૫૦ પિલરો પર મોટું મંદિર જેવું સ્ટ્રકચર     હોવાનું જણાયું હતું.

Monday, October 4, 2010