ગુજરાતના વારસાગત તહેવાર અને પ્રાચીનકાળથી પ્રચલિત એવા મા જગદંબાની આરાધનાના અનોખા અવસરે રાસગરબાની રમઝટથી ગુજરાત ઝગમગી ઉઠે છે.ગુજરાતની નવલી નવરાત્રી સમયે જ જગત અંબાના નવલા નવ રૂપના ગુણગાન અને પ્રાગ્ટય વચ્ચે અનેરા રાસગરબાના કાર્યક્રમોની વચ્ચે તમામ ગુજરાતીઓના તનમનમાં થનગનાટ છલકી ઉટે તેવા સુરીલા સંગીત, માનવમહેરામણના તાલબધ્ધ હીલોળાની સાથોસાથ અનોખા રાસ-ગરબા સાથે નવ દિવસ સુધી યુવા ધન થનગનાટ કરતુ રહે છે.



No comments:
Post a Comment